The Sanatan Dharam: True Source of all Science (Gujarati Edition)
₹399.00
સનાતન ધર્મ એ વૈજ્ઞાનિક જ્ઞાનનું મૂળ સ્ત્રોત છે. પાશ્ચિમાત્ય સભ્યતાએ માનવ ઇતિહાસમાં કોઈ પણ પ્રકારની શોધ કરી નથી, એ જ સત્ય છે. સાચું વિજ્ઞાનનિષ્ઠ જ્ઞાન સનાતન ધર્મના પાયામાં રહેલાં વેદોમાં જ જોવા મળે છે. ઋગ્વેદનો 10:149:1 આ ક્લોક ન્યુટનના જન્મ પહેલાં જ ગુરુત્વાકર્ષણનું જ્ઞાન જગતને પ્રદાન કરે છે. 10.82:3 આ એવો જ ઋગ્વેદમાંનો એક શ્લોક ડેમોક્રિટ્સને જાણ થાય એ પહેલાં અણુ સંકલ્પના અંગેની અથ થી ઇતિ” સુધીની માહિતી આપે છે. ટૂંકમાં પાશ્ચાત્ય સભ્યતાએ જે જે શોધખોળનો શ્રેય પોતે લીધો છે, (શોધખોળનું શ્રેય પોતાને આપ્યું છે) તે દરેક બાબતનો ઉલ્લેખ કે સંદર્ભ વેદોમાં પહેલાંથી જ થયેલો જોવા મળે છે. વેદોનો સમયગાળો ઇજિપ્તમાંના પિરામિડ્સ કરતાં પ્રાચીન છે. પાશ્ચિમાત્ય દેશોએ વેદોમાંથી તફડાવી લીધેલી 46 વૈજ્ઞાનિક સંકલ્પના આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. પાશ્ચિમાન્ય સભ્યતાના અનેક વર્ષો પહેલાં વેદોમાં ઉપલબ્ધ હોય એવા જ્ઞાન સિદ્ધ કરનારા સંદર્ભ આ પુસ્તકમાં પ્રમાણ પૂરાવા સહિત પ્રસ્તુત કરવામાં આવ્યા છે. સ્વામી વિવેકાનંદજીએ આપેલા “વેદો તરફ ચાલો” નો સંદેશ જન-જન સુધી પહોંચાડી, તેનો પ્રસાર કરવાનો, પ્રચાર કરવાનો આ પુસ્તકનો એકમાત્ર ઉદ્દેશ છે.